..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Friday, November 23, 2007

..*.. સુવર્ણજયંતી ..*..

અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ, આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!!


આજે અમારાં પિતાશ્રી ચિમનલાલ જમનાદાસ ઘીયા તથા માતુશ્રી નિર્મળાબહેન ચિમનલાલ ઘીયાને એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન ..!

અમારાં પૂજ્ય દાદા સ્વ.શ્રી જમનાદાસ હરજીવનદાસ ઘીયા તથા પૂજ્ય દાદી સ્વ. જયાકુંવર જમનાદાસ ઘીયાએ એમનાં જીવન રૂપી અમૃતકુંભમાંથી, સજ્જ્નતાનાં બીજ રોપી અને સંસ્કારોનું અમી સીંચીને એમનાં સંતાનોને ઘીયા કુટુંબનાં વટવૃક્ષ બનાવ્યાં. જયેષ્ઠ પુત્ર સ્વ. શ્રી મગનભાઇ ઘીયા, દ્વિતિય પુત્ર સ્વ.શ્રી ઇન્દુભાઇ ઘીયા, તૃતિય પુત્ર શ્રી ચિમનભાઇ ઘીયા તથા ચતુર્થ પુત્ર શ્રી વિનોદભાઇ ઘીયા એ વેપાર વાણીજ્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી..તથા સૌરાષ્ટૃનાં દાનવીર ભામાશા કહેવાયા..! ચારે પુત્રો એ આધ્યાત્મિક સ્તરે પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું...એમની જીવનયાત્રાનાં અનેક તડકા-છાયાં માં સાથ અને સહકાર આપ્યો એમની જીવનસંગિનીઓ એ....! .. સાત સાત ફેરે સાત ભવના કોલ, કોઈ કાળજાનો કટકો, કોઈ કાળજાની કોર, બંધન અનોખું ...!

આમ જોઇએ તો સંતાન અને માતા-પિતાનું બંધન પણ અતૂટ જ હોય છે ને..?...
અમને બધાને જન્મ આપી, દીકરાઓને કૂળદિપક બનાવી પ્રકાશ ફેલાવ્યો અને અમારાં જીવનમાં પણ એ જ સંસ્કાર નું અમૃત રેડી દીકરીઓ રૂપી વેલ ને જતન પૂર્વક ઉછેરી ને સાસરે વળાવી..!..આજ સુધી અમે દીકરીઓએ ઘીયા કુટુંબમાંથી જે મેળવ્યું છે એ અમારા જીવનની મહામુલી મુડી છે..એ છે સંસ્કાર અને માનવતા....! જે જીવનભાથું સાથે લઇ ને દીકરીઓ સાસરે ગઇ..!

પૂજ્ય મમ્મીએ હંમેશા એમનાં નામ મુજબ જ નિર્મળ સ્નેહની સરવાણી વહાવી છે તો પૂજ્ય પપ્પાએ હંમેશા વહાલનો વરસાદ વરસાવ્યો છે અમારાં પર...!!....અને એ બધાં જ લાગણીભીનાં સ્પંદનોને અમે પળ પળ મહેસુસ કરી ને માણ્યા છે..!

એમણે બતાવેલી રાહ પર ચાલવાની કોશીશ કરીએ પણ એમને આંબી નહીં શકીએ...એવાં અમારાં પૂજ્ય પપ્પા તથા પૂજ્ય મમ્મીને એમનાં સંતાનો નાં લાખ લાખ પ્રણામ ..! આજે શ્રીજી પાસે એજ પ્રાર્થના છે કે જ્યારે પણ માનવદેહ મળે આ જ માતા-પિતા મળે..અને ઘીયા કુટુંબમાં જ જન્મ મળે દીકરાંનો..!.. કારણ કે દીકરી બનીને એમનાંથી દૂર રહેવું પડ્યું...હવે દીકરો બનીને ઋણ ચુકવવું છે..!..છે ને આ અનોખું બંધન ..?..એમની મમતા અને વાત્સલ્ય નાં બંધન થી દૂર નથી થવું..!


આજે એમનાં સંતાનો તરફ થી આ ગીત એમને અર્પણ..!!


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!

અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,

એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહી..!

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!

પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!




16 comments:

Jay said...

બહુ જ સુંદર! સુંદર ઈશ્વરમય ચિત્રો વાળી એક અમુલ્ય ભેટ...
સંસ્કારનુ અમૃત સીંચનારા દરેક માતા-પિતાને હજારો પ્રણામ...
જય

nilam doshi said...

મે તો પૂ.મમ્મીને પ્રણામ સાથે અભિનન્દન આપી દીધા છે. વાત કરવાની મજા આવી.
તેમને ખૂબ ખૂબ પ્રણામ.

તારું રહસ્ય કહ્યુ નથી હો.ચેતુ,

Anonymous said...

congrats..........

Ketan Shah said...

Wishing your Parents a very Happy Gold Anniversary

May this bond keep their heart and home warm forever

Ketan & Family

સુરેશ જાની said...

તમારા મમ્મી પપ્પાને સુવર્ણ જયંતી મુબારક...
તમારો તેમના માટેનો ભાવ અપ્રતીમ છે.

Unknown said...

તમારા માતાપિતાની સુવર્ણજયંતીની શુભેચ્છાઓ. લાગણીઓનું બંધન.

kakasab said...

wishing you a golden anniversary to your parents

સુવર્ણજયંતીની શુભેચ્છાઓ.

નીરજ શાહ said...

સુવર્ણજયંતીની શુભેચ્છાઓ... આમ જ ઘણી જયંતીઓ ઉજવાય તેવી શુભેચ્છાઓ...

...* Chetu *... said...

Thank U very much for all your wishes..!

Anonymous said...

તમારા મમ્મી પપ્પા ને સુવર્ણજયંતી ના ખુબખુબ અભિનંદન...

નીતા કોટેચા said...

દીકરી બની એમનાથી દુર રહેવૂ પડ્યુ હવે દીકરો બની ઋણ ચુકાવવુ છે.

ખુબ ઉંચી વાત કહી ચેતના બેન આપે.

આપનાં મમ્મી પપ્પા ને મારા વંદન અને બહુ બધી શુભેછ્છા

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

અનૉખુ બંધન ખુબજ સરસ છે. અમાં લખેલી દરેક કાવ્ય પંક્તિ વખાણવા લાયક છે ખાસ કરીને ભુલો ભલે બીજુ બધુ અને ફોટા પણ ખુબજ સરસ છે. ચેતના બેન ને આ બધા બ્લોગ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન. આ માટે જો હું કયાંય પણ ઉપયોગિ થઈ શકુ તો મને ખુબ આનંદ થશે.જય શ્રી ક્રિષ્ના...

દીકરી વ્હાલ નો દરિયો said...

Chetanben tamru lakhan vachva ma etlu tallin thai javy che ke samadhi lagi jay che, tamri mata pita prtye ni bhini lagni no padgho dil ma unde sudhi pahonche che mari pase to sabdo khuti padse kadch aa mate......

દીકરી વ્હાલ નો દરિયો said...

Chetanben tamru lakhan vachva ma etlu tallin thai javy che ke samadhi lagi jay che, tamri mata pita prtye ni bhini lagni no padgho dil ma unde sudhi pahonche che mari pase to sabdo khuti padse kadch aa mate......

દીકરી વ્હાલ નો દરિયો said...
This comment has been removed by the author.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!