..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Wednesday, May 07, 2008

..*.. પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક ..*.. Poll (2)

..મિત્રો, ..

પ્રેમ અને '' પ્રેમ ની પરાકાષ્ઠા '' વિષે ખૂબ સુંદર અને શ્રેષ્ઠ પ્રતિભાવો આવ્યાં ..આપ સહુ નો આટલો સરસ પ્રતિસાદ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .. આવી જ રીતે આગળ પણ આપ સર્વે મિત્રોનો સહકાર મળશે એવી આશા ..! .

આજનો બીજો સવાલ છે '' પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક એટલે ..."

અને જવાબ રૂપે છે, શ્રેષ્ઠ ત્રણ પ્રતિકો ....રુકિમણીજી ...રાધાજી ...અને મીરાંબાઇ..!

આમ તો અલૌકિક દ્રષ્ટીથી જોઇએ તો શ્રીકૃષ્ણ ભગવાને તો ભક્તો, ગોપ-ગોપીઓ, રાણી-પટરાણી દરેક પર એક સરખી અમીદ્રષ્ટી રાખી સ્નેહ વરસાવ્યો છે ... જે ખુદ શ્રીનારદજી એ પણ નિહાળ્યું છે..એમણે એક જ સમયે, એક એક ગોપી, એક એક રાણી સાથે શ્રીપ્રભુને બિરાજેલાં નિહાળ્યાં છે... પણ આજે આપણે અલૌકિક નહીં પરંતુ લૌકિક દ્રષ્ટીએ વિચારીને આપણાં મત અને મંતવ્યો આપવાનાં છે...

આપણે સહુ જાણીએ છીએ કે રુકિમણીજીને શ્રીકૃષ્ણ ભગવાને એમની જીવનસંગીની બનવાનું સૌભાગ્ય આપ્યું અને આવી રીતે રુકિમણીજીને ભગવાનનો જીવનભરનો સાથ પ્રાપ્ત થયો... તો રાધાજીને પ્રભુએ અનંત યુગો સુધી પોતાના નામની પહેલાં રાધાજીનું નામ બોલાય એવી રીતે એમનાં નામને અગ્રસ્થાન આપ્યું....આ સૌભાગ્ય રાધાજી ને પ્રાપ્ત થયું, તો મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિને લીધે જ્યારે-જ્યારે જરૂર પડી ત્યારે પ્રભુ પ્રગટ થયાં અને અંતે પ્રભુએ એમને પોતાનામાં સમાવી લીધાં..( ત્યારે અચાનક જ મંદિરનાં દ્વાર બંધ થઇ ગયાં અને મંદિરમાંથી મીરાંબાઇ અદ્રશ્ય થઇ ગયાં હતાં અને પછી જ્યારે દ્વાર ઉઘડ્યાં ત્યારે એમની સાડી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પર વિંટળાયેલી હતી અને વાંસળીનાં સૂર સાથે મીરાંબાઇનાં જ સ્વરમાં ભજન સંભળાઇ રહ્યું હતું...)


આમ આ ત્રણ શ્રેષ્ઠ પ્રતિકો છે જેમનો પ્રેમ પરીપૂર્ણ થયો છે ...પણ આપ સહુનાં મતે પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક કોણ હોઇ શકે? . ..આ વિષય પર પણ આપના અમુલ્ય પ્રતિભાવો લખશો એવી આશા...!


અત્યારે આ સાથે જ એક ગીત પણ યાદ આવે છે .. ખૂબ સરસ શબ્દો છે..!

એક રાધા, એક મીરાં, દોનો ને શ્યામકો ચાહા...

અંતર ક્યા દોનો કી ચાહ મે બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની...

રાધાને મધુબનમેં ઢુંઢા, મીરાંને મનમેં પાયા...

રાધા જીસે ખો બૈઠી વો ગોવિંદ, મીરાં હાથ બિઠાયા...


એક મુરલી, એક પાયલ, એક પગલી, એક ઘાયલ...

અંતર ક્યા દોનો કી પ્રીતમેં બોલો ? એક સુરત લુભાની એક મુરત લુભાની...

મીરાંકે પ્રભુ ગીરિધર નાગર, રાધાકે મન મોહન...


સા.. ગ.. મ.. પ.. ધ.. , પ..ધ.. મ.. પ.. રે .. મ.. ગ,


ગ..રે.. સા.. નિ.. સા.. રે, રે.. ગ.. મ.. પ..મ.., પ.. ધ.. પ.. ધ.. સ.. નિ.. સા.. ની.. સા.. રે


મીરાંકે પ્રભુ ગીરિધર નાગર, રાધાકે મનમોહન...

રાધા નીત શ્રિંગાર કરે ઔર મીરાં બન ગઇ જોગન...

એક રાની, એક દાસી દોનો હરિ-પ્રેમ કી પ્યાસી...

અંતર ક્યા દોનો કી તૃપ્તીમેં બોલો ? એક જીત ના માની એક હાર ના માની...

એક રાધા ..એક મીરાં.. દોનોને શ્યામ કો ચાહા...

અંતર ક્યા દોનો કી ચાહમેં બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની...

Thursday, May 01, 2008

..*.. પ્રેમની પરાકાષ્ઠા ..*.. Poll (1)

...મિત્રો,

.....આજે '' પ્રેમ '' નામનો સરળ છતાં અઘરો અને ગહન વિષય લઇને આવી છું ..પ્રેમની કોઇ વ્યાખ્યા કે પરિભાષા નથી , પ્રેમનું કોઇ વર્ગીકરણ નથી કે પ્રેમનું કોઇ રૂપ નથી.. એને કોઇ એ જોયો નથી છતાં પણ એના ઝાંકળભીનાં સ્પંદનની અનુભૂતિથી કોઇ વંચિત તો નહીં જ રહ્યું હોય..!! ...તો ચાલો આજે એ વિષય પર, વ્યક્તિગત મત દ્વારા એકબીજાનાં મંતવ્યો આ ' પોલ ' દ્વારા જાણીએ. જેમાં એક સવાલ અને તેના જવાબ રૂપે અમુક વિકલ્પો હશે જેમાંથી તમારા મતે જે વિકલ્પ સાચો હોય એની બાજુમાં ક્લિક કરવાનું રહેશે ...ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરતાં અચકાય છે તો એમનાં માટે આ પોલની વિશેષતા એ છે કે અહીં કોઇનાં પણ વ્યક્તિગત નામ પ્રદર્શિત નહીં થાય પણ સરેરાસ મતની ગણતરી જ પરીણામ રૂપે જોઇ શકાશે. આ પોલ પર મત આપવા ઉપરાંત આપે એ મત શા કારણથી આપ્યો એ વિષે આપના પ્રતિભાવો પણ જણાવશો એવી આશા ..! કોમેંટ વિભાગ પર પણ આપ '' Anonymous - અનામી '' પ્રતિભાવો લખી શકો છો.. આ પોલની અવધિ એક સપ્તાહ સુધીની રહેશે, ત્યાં સુધીમાં આપનો મત આપી દેવા વિનંતી ..

આજ નો પ્રથમ સવાલ છે...પ્રેમની પરાકાષ્ઠા ( સર્વોચ્ચ સ્થિતિ ) કઇ હોઇ શકે?

કોઇ પ્રેમ ને પ્રાપ્ત કરે છે ...તો કોઇ પ્રેમમાં ત્યાગ કરે છે ... કોઇ પ્રેમને ખાતર પ્રેમનો ત્યાગ કરે છે...તો વળી કોઇ ગમે તે સંજોગોમાં પણ પ્રેમમાં નિર્ભેળ (શુદ્ધ) આનંદ પામે છે ...

કહે છે ને કે " તુંડેતુંડે ભિન્ન મતિ " એટલે કે દરેક વ્યક્તિ એકજ વાત ને પોતાની વિચાર-દ્ર્ષ્ટીથી કે અનુભવ વાણીથી, જુદી જુદી રીતે મુલવે છે...


અત્યારે યાદ આવે છે શ્રીમનુભાઇ ત્રિવેદી " ગાફીલ '' ની આ રચના..


જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે, કાયા જુદી, છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ? જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે....


તો મિત્રો ...આપ સહુ આપનો મત અવશ્ય આપશો એવી નમ્રવિનંતી.

આ પોલનાં વિચારની પ્રેરણા એક નવલિકાનાં વાંચન દરમ્યાન બે પાત્રો વચ્ચેનાં સંવાદ દ્વારા મળી એટલે મેં આ વિચાર અમુક મિત્રો - સહેલીઓ સમક્ષ રજુ કર્યો અને એ બધાએ વધાવી લઇ સહકાર આપ્યો એ માટે એમનો ખૂબ જ આભાર ...!

Wednesday, April 16, 2008

..*.. વીણેલા મોતી ..*..

પ્રેમ એટલે આચરણમાં મુકેલી શ્રદ્ધા અને સેવા એટલે આચરણમાં મુકેલો પ્રેમ.

- મધર ટેરેસા

Tuesday, April 15, 2008

..*.. ઉપહાર ..*..

આ રચના અનોખુંબંધન ને ભેટ મોકલવા બદલ સખી દિગીશા શેઠ-પારેખ ( દિવ્ય-ભાવ ) નો ખૂબ ખૂબ આભાર


અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને,

પછીથી પાંગર્યુ હળી મળી ને,

અટક્યું એક વાર 'પછી મળશું' કહીને,

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહી ને...

આંખોમાં રહ્યું એ 'પ્રતિક્ષા' બનીને,

દ્રષ્ટીમાં વસ્યું એ 'હરખ' કરીને,

પછી ધીમેથી ટપક્યું એ 'વિરહ' બનીને,

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

શ્વસનમાં મહેક્યું એ 'સુવાસ' બનીને,

યાદોમાં આવ્યું ક્યારેક 'હાંફ' ચઢીને,

પછી ધીમેથી છટક્યું એ 'નિશ્વાસ' બનીને,

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

કાગળ પર લખાયું એ 'પ્રેમ-પત્ર' બનીને,

રાહમાં જોવાયું 'પ્રત્યુત્તર' બનીને,

પછી ધીમેથી રચાયું કોઇ 'કવિતા' બનીને.

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

Saturday, March 22, 2008

..*.. રંગભરી શુભેચ્છાઓ ..*..


OrkutText.com Orkut MySpace Hi5 Scrap Images


આજે હોળી ...આમ તો આજનાં દિવસે સામાન્ય રિવાજ હોય છે કે સગા સબંધીઓ એકબીજા ને ત્યાં મિઠાઇ અથવા રેવડી - બિસ્કીટ મોક્લતાં હોય છે ...
પણ આજે એક નવી વાનગી બનાવીએ ..

"સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી તેમાં એટલાં જ વજન જેટલો આનંદ રેડીને ઠીક-ઠીક સમય સુધી વૈરાગ્યનાં ફ્રીજમાં રાખો. કલાક પછી વિવિધ આકાર બનાવીને, રંગબેરંગી ખુશીઓ નાં દાણાં છાંટી ને દરેક ઘરે જઇ વહેંચવા માંડો.
આ સ્વાદીષ્ટ વાનગીનું નામ છે - " સુખી-જીવન "..

Tuesday, March 18, 2008

..*.. ઉપહાર ..*..

અનોખુંબંધન પર આ લેખ મોકલવા બદલ મિત્ર શ્રીવિકાસભાઇ ચાવડા ( Coming Back To Life ) નો ખૂબ ખૂબ આભાર

..ANOKHU BANDHAN...AN ETERNAL BOND!!!

Anokhu Bandhan an eternal bond is special bond we share with each other.

In our lives we share special bond with special persons. Father & Daughter , Mother & Son , Grand Parents & Grand Children's , Brother & Sister , Friends , Husband & Wife , Lovers , and last but not least the special bond which we are born with and which has no connection with birth & death and is the bond with almighty god
(Shri Thakorji) .
Every bond has its own limits & tender sweetness in itself.
*
Father & Daughter: Father & Daughter is the most sweet and lovely bond in this world. Father take cares of her every need & gives her the best of this world and also brings her up with golden spoon. When daughter reaches the age of marriage , father is the most happiest person in this world to find the best and perfect life partner for his daughter and at the same time he is the most sad person as his heart throb is going to leave his house and start her new world with his life partner. He will be the person who will miss her the most.
Daughter is called as "Sea Of Love" (Wahal No Dariyo ). She is the best friend of her father and she understands her father the most. When she gets married and leaves her born home ,she takes precious possession with her , i.e., golden memories that she share with her dad since her childhood. With this possession she spends rest of her life happily with her partner and keeps her dads reputation intact.
*
Mother & Son: Mother is the word on which world stands. The day mother gives birth to her son, she starts dreaming of her daughter in-law, her grand children and dreams goes on... from the first day. She is the one who sow the culture and manners in her son, which helps her son to achieve his goals, name and fame in this world. Her unconditional love and true heart blessings gives strength to fight against all odds and stand tall in his life. She is the first person to be happy on achievements of her son. She is the flow of strength , power and path guider to her son.

I would like to say, our presences in this world is because of mother. First person who feed us is mother. She is the one who gives her precious possession without any condition and brings us .
*
Grand Parents & Grand Children's: This bond is very eternal and most beautiful bond. Grand Parents are the happiest person in this world when their grand child is born. They see new hope of life in them and feel that support of their old age has arrived. They see their childhood in their grand children's and behave like child to make them happy.
Grand Parents are the pillars of the family and they sow the tradition and culture of their family to the future of family the one who is going to carry on family values and tradition after their farewell from this world.
Grand Parents & Grand Children's are the best friends to each other.
*
Brother & Sister: This bond has very thin line. This relation is so pure and divine that no other relation is. Brother & Sister of same age share lots of things with pure divine thin line between them. They together grew up with lots of dreams and share lots of secretes.
Every sister in this world prays for her brother success and happiness and every brother tries to bring the best and all the happiness of this world for her.
(Phoolo Ka Taro Ka, Sab Ka kehna Hai , Ek Hazzarao Mein Meri Behna Hai )
*
Lovers : This relation is something on which many books are written. True Divine love resembles to god.
Love is like ghost who everyone talks about and very few have seen it.
When someone waits for hours to meet his/her love just for few minutes, gets annoyed for being late and cuddles in to arms of his/her love.
Love cannot be seen, but it can be felt with true heart. Love needs no words to express, eyes express everything without saying a word.
*
Husband & Wife: Husband and Wife are known as better half to each other. They together share every happiness and sorrow of their life. They together dream and gather every bit of it for their bright future.
This bond stands on pillar of trust m love, care, forgiveness, dreams and promise to be together in all storms of life with belief in each other. This bond is alive even after your farewell from this world.
*
Friends: True friendship stands tall in every difficulty of friend's life and blushesin every happiness of friends life. This relation has deep roots with trust on which this bond stands tall. This bond has no boundaries and provides vast space.
*
Almighty God : Last but not the least this is the first and foremost bond which any human shares. This bond is above death and material life and it has direct contact with almighty god.
In every human life their last destination is to get to almighty.


ANOKHU BANDHAN...AN ETERNAL BOND!!!

તારું ને મારુંઅનોખુંબંધન, આ બંધન છે જીવનભરનું...
માં અને બાપનું અનોખુંબંધન,આ બંધન છે વાત્સલ્યનું...
દાદા અને દાદીનું અનોખુંબંધન,આ બંધન છે મિત્રતા અને આશાનું...
પતિ અને પત્નીનું અનોખુંબંધન,આ બંધન છે પ્રેમ વિશ્વાસ અને જન્મોજન્મનાં સાથ નું...
ભાઇ અને બહેનનું અનોખુંબંધન , આ બંધન છે મીઠ્ઠી યાદોનું...
મિત્રોનું અનોખુંબંધન, આ બંધન છે સાથનું...
પ્રેમીઓનું અનોખુંબંધન, આ બંધન છે પ્રેમ વિશ્વાસ, વિરહ મિલનનું...
પ્રભુ અને માનવનું અનોખુંબંધન, આ બંધન છે પ્રભુની પ્રીત અને પ્રભુને ભજવાનું...

Yours eternal bond and mine
This bond is of life time,
Eternal bond of mom and dad
This bond is of affection,
Eternal bond of grand parents and grandchildren
This bond is of friendship and hope,
Eternal bond of husband and wife
This bond is of love, trust and promise to be together for life time,
Eternal bond of brother and sister
This bond is of sweet memories,
Eternal bond of friends
This bond is of support,
Eternal bond of lovers
This bond is of love, annoy , wait, meet, lust and ready to do anything,
Eternal bond of god and human
This bond is of worship and belief in god,
Yours eternal bond and mine.

I dedicate this article and poem to the new blog of chetana ben called "Anokhu Bandhan" with whom I share Anokhu Bandhan...
An Eternal Bond of brother and sister.

Jai Shri Krishna.

Friday, March 07, 2008

..*.. વીણેલાં મોતી ..*..

... કવિતા એ આત્માની માતૃભાષા છે...
- ઉમાશંકર જોષી

..*.. ઉપહાર ..*..

અનોખુંબંધન પર મિત્ર શ્રી કપિલભાઇ દવે ( ભૃગુસંહિતા ) તરફથી મળેલ આ ઉપહાર બદલ ખૂબ ખૂબ આભાર..

..દિલના દરવાજેથી નિકળેલું આ અનોખું બંધન,

હૃદયની ધડકન બની ધબકતું આ અનોખું બંધન,

કાળજાની કોર બની કંડારાયેલું આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


પ્રેમનાં તાતણે વણાયેલું આ અનોખું બંધન,

સ્નેહનાં તાતણે ગુંથાયેલું આ અનોખું બંધન,

લાગણીથી થયું તરબોળ આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


સુતરનાં તાર જેવું અતુટ આ અનોખું બંધન,

નદીનાં નીરની જેમ વહેતું આ અનોખું બંધન,

દિવાની જ્યોતની જેવુ પ્રકાશીત આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


વાદળોની જેમ ગુંજતું આ અનોખું બંધન,

વીજળીની જેમ ચમકતું આ અનોખું બંધન,

વરસાદની જેમ વરસતું આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


ચાંદની જેવુ શીત છે આ અનોખું બંધન,

ફુલો જેવુ કોમળ છે આ અનોખું બંધન,

'કપિલ' જીંદગીભર જાળવજો આ અનોખું બંધન.

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.

-કપિલ દવે

Saturday, February 16, 2008

..*.. મુલાકાતો ની શ્રૃંખલા ~ એક યાદગાર સફર ..*..

..મુલાકાતો ની શ્રૃંખલા ~ એક યાદગાર સફર

મિત્રો..., યાદ એક એવી અવિસ્મરણીય અને અવિભાજ્ય પળ હોય છે જેને આપણે ક્યારેય હૃદયથી અળગી કરી શકતાં નથી ....અને આ વખતની સફર ખરેખર યાદગાર બની રહી....!!.. મન તો અત્યારે પણ એ સ્મરણ પ્રદેશમાં વિહરી રહ્યું છે..!!...

મારાં પૂ.મમ્મી–પપ્પા તથા પૂ.કાકા-કાકીનાં લગ્નજીવનની સુવર્ણ જયંતી, ભાઇ-ભાભીની રજતજયંતી તથા પૂ.પપ્પાનાં જન્મદિનની હીરક જયંતી નિમીતે બધા ભાઇ બહેનોએ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરેલું. લંડન, સુદાન અને દુબઇથી અમે બધી દિકરીઓ પણ આ પાર્ટીઁ માં સરપ્રાઇઝ આપવા આવ્યાં.. ત્યારે જે માહોલ સર્જાયો અને હર્ષ-મિશ્રીત અશ્રુભીની લાગણીઓનાં પૂર ઉમટયાં હતાં એ પ્રસંગ ને શબ્દોમાં વર્ણવી શકવા અસમર્થ છું... ! સમગ્ર ઘીયા-પરિવારનું આ " અનોખુબંધન " આમંત્રિત મહેમાનોની પલકોને પણ છલકાવી રહ્યું હતું....!..અને મહેમાનો તરફથી આ પંક્તિઓ પણ સાંભળવા મલી..કે, પહેલાં એમ કહેવાતું કે દિકરી સાપનો ભારો છે પણ અત્યારે દેખાય છે કે સાપનો ભારો નહીં પરંતુ વ્હાલનો દરિયો છે...!!.. ખરેખર અમે પણ ઘીયાપરિવારની દિકરી હોવાનું ગૌરવ અનુભવીએ છીએ..!

...આ પાર્ટીઁમાં શ્રી અમિતભાઇ પિસાવડિયાને મળવાનો લાભ પણ મળ્યો... ત્યાર બાદ મારી બહેનના પુત્ર ચિ. પાર્થ કે જેણે રાજકોટથી જ લંડનની ટ્રિનીટી મ્યુઝિક કૉલેજમાં કીબોર્ડ પર પહેલો અંક પ્રાપ્ત કરેલ છે, તેણે પણ સંગીતની રસલ્હાણ કરી...!!..ત્યાર બાદ મારાં ભાઇઓ અને બહેનોએ મને પણ સરપ્રાઇઝ આપી..!!.. શ્રીજી, સૂર-સરગમ તથા અનોખુંબંધન ને આવકારી અને પ્રોત્સાહન રૂપે પૂ. ભાભુનાં હસ્તક મને શિલ્ડ એનાયત કર્યું..!!...જે મારાં માટે આશીર્વાદ રૂપ છે...!!... પ્રભુની કૃપા, વડીલોનાં આશીર્વાદ અને સ્નેહીજનો ની શુભેચ્છાઓ સાથે હોય એનાથી રૂડું બીજું શું હોઇ શકે..?
..શ્રીનાથદ્વારા તથા વડોદરા હવેલીમાં શ્રીજી દર્શન સાથે જ વૈષ્ણવો અને મિત્રો સાથેની મુલાકાતો નો સિલસિલો શરૂ થયો...એક તરફ પ.પુ. ગોસ્વામી શ્રી યદુનાથજીનાં વચનામૃત સાંભળવાનો લાભ મળ્યો ...જે સાંભળી ને ખરેખર મન પાવન થઇ જાય ....!!!..એમની વાણી સાંભળવી એ પણ એક અમુલ્ય લ્હાવો છે..!.. અને એમનાં આશીર્વાદ પણ મળ્યાં....


બીજી તરફ મારા પુજ્ય સર શ્રી ધીરજલાલ પી. ભૂત કે જેમને હું આટલાં વરસો પછી શોધી અને મળી શકી...!! ...આ ગુરુ-શિષ્યાની મુલાકાત પણ અનોખી હતી...! .. બન્નેનાં નયનોમાંથી અશ્રૃધારા વહી રહી....!! હું સર પાસે વરસો પહેલાંનો એમણે લખેલ આશીર્વાદ રૂપ પત્ર લઇ ને ગઇ તો તેઓ પણ મારા જ ગુરુજી છે ...! એમણે પણ મારી વરસો પહેલાંની નોટબુક બતાવી કે જેમાથી તેઓ આજે પણ વિદ્યાર્થીનીઓ ને અભ્યાસ કરાવે છે...!..

બીજી પણ એક આશ્ચર્ય જનક વાત કે આ વખત તો જાણે કે નેટ જગતનાં મિત્રો ને મળવા માટેનાં જ સંયોગો નિર્માણ થયા હતાં , જેમને ક્યારેય જોયાં ના હતા ...મળ્યાં ના હતાં એ બધા જ મિત્રો...જાણે કે પોતાના સ્વજન સમા લાગ્યાં...વાંચક મિત્રો, બ્લોગર્સ મિત્રો તથા “ ધબકાર ” ગૃપ નાં સભ્યમિત્રો...! આ દરેક મિત્રો સાથેની મુલાકાત એક સોનેરી યાદ બની રહી...!! દુબઇમાં શ્રી નિલેષભાઇ વ્યાસ (નીપ્રા) તથા (કવિ અક્ષય – (અખાનાં છપ્પા) એમનાં વંશજ શ્રી નીરજભાઇ સોનાવાલા, લંડનમાં નીરજભાઇ શાહ (રણકાર) અને ધ્વની જોષી (લાગણીની કલમે) આ બધા મિત્રો સાથેની નિર્દોષ મજાક મસ્તી તો ક્યારેય ભુલી નહી શકાય ..!..અલ્પ સમયમાં કોઇ અનોખાંબંધન થી જોડાઇ ગયાં બધા એક્બીજા સાથે...!...તો ઇંડિયામાં અમિતભાઇ પિસાવડીયા (અમીઝરણુ) જે સાઇટ દ્વારા જ ખબર પડી કે અમે તો એક જ વતનનાં, અને ખરેખર અમીતભાઇનો શાંત અને સૌમ્ય સ્વભાવ હૃદયને સ્પર્શી ગયો..! તથા મૃગેશભાઇ શાહ (રીડ ગુજરાતી).જે સાઇટ જ મારા આ ત્રણ બ્લોગ્સ બનાવવાની પ્રેરણા છે )...મૃગેશભાઇએ શ્રીજીહવેલી દર્શન કરાવ્યાં..સાથે જ એમનાં નિખાલસ અને લાગણીસભર સ્વભાવનાં દર્શન પણ થયાં.... તો સમયના અભાવે દિપાલીબહેન-કેતનભાઇ ( વ્રજવેલી )ની વ્રજધામ હવેલી દર્શન માટેની ઇચ્છા ને માન ન આપી શકાયું,અને તેઓ બન્ને ખાસ મને મળવા આટલાં દૂર થી પણ આવ્યાં એમની લાગણી ને કેમ ભૂલી શકાય ..? જ્યારે કૃણાલભાઇ ચોક્સી અને જાગૃતિબહેન-રવિભાઇ શેઠ જોડે નાથદ્વારામાં સત્સંગ થયો, જે છપ્પનભોગનાં દર્શન સમયે ભક્તજનોની ભીડમાં કદાચ અશક્ય જ લાગતું હતું કે મળી શકાશે...પણ શ્રીઠાકોરજીએ જ મુલાકાત કરાવી આપી..!..જે ક્યારેય ભુલી નહીં શકાય... આ મુલાકાત ઉપરાંત માલતીબહેન-મહેશભાઇ માલવિયા,કૈલેશભાઇ ઝવેરી તથા જાગૃતિબહેન-પંકજભાઇ શાહ સાથે થયેલી મુલાકાત, તો હર્ષભાઇ , કુલીનભાઇ, અંકિતભાઇ તથા અશિતભાઇ પટેલ,કિંજલબહેન-અશોક્ભાઇ પટેલ ( સબ-રસ )સાથે ફોન પર થેયેલી મુલાકાત પણ અવિસ્મરણીય છે.....! માત્ર ઔપચારીકતા નહી પરંતુ હૃદયનો ભાવ મહેસુસ થયો છે આ બધી જ મુલાકાતોમાં...!


જ્યારે રેખાબહેન-વિશ્વદીપભાઇ (ફૂલવાડી)U.S.A ) ને મળવાનો લાભ પણ મળ્યો તો દેવિકાબહેન ધૃવ (શબ્દને પાલવડે)U.S.A ) જોડે ફક્ત ફોન પર જ વાત થઇ શકી...
બીજી તરફ ધબકાર+બ્લોગર્સ મિત્રો એ ખાસ મારા માટે આ સંમેલન યોજ્યું એ જ મારા અહોભાગ્ય કહેવાય .!..એ માટે ખરેખર હું અંત:કરણ પૂર્વક બધાજ મિત્રો ની આભારી છું. આ સંમેલનનું આયોજન કરનાર શ્રી શૈલ્યભાઇ શાહ ( વિસ્તરતી ક્ષિતિજો )+ Singer + Yoga master) અને પીંકીબહેન ( શબ્દશ: ) ખૂબ ધન્યવાદને પાત્ર છે... અને પૂજ્ય જુગલકાકા( જુગલ ભાઇ વ્યાસ (નેટ-ગુર્જરી) તથા પૂજ્ય હરીશઅંકલ ( હરીશ ભાઇ દવે (મધુ સંચય) , નવીનભાઇ બેંકર ( Member of Gujarat Sahitya Parishad-Houston.U.S.A ) કે જેઓ બધા વડીલ હોવા છતાં ધબકાર સમેંલનમાં તેઓ એ હાજરી આપી અને મને એમની મુલાકાતનો લાભ મળ્યો એ પણ મારા માટે એક ખુશીની વાત છે ..આ સંમેલનનું આયોજન કરવામાં શ્રી શૈલ્યભાઇ અને પીંકીબહેનને સાથ આપ્યો ધારીણીબહેન શાહ ( Artist - singing & painting ), જીજ્ઞાબહેન શાહ , પ્રીતીબહેન મહેતા ( મન ઝરુખો ), બિજલબહેન,( Poetry writer), તન્વીબહેન, ખુશ્બુ ભટ્ટ-( કવિ શ્રીબાલકૃષ્ણ ભટ્ટની દોહીત્રી – Singer ), સુધાબહેન ભટ્ટ (Head of dhabkar literature team ), કાંક્ષિતભાઇ ( Shafak’s world )+ Singer), જિગરભાઇ શાહ ( શબ્દોનાં સથવારે ), વત્સલભાઇ (Tabla player), હરદીપભાઇ (Tabla player), તેજસભાઇ દવે ( Singer+Tabla player ), ગિરીશભાઇ ( Guitar Player), અશ્વિનભાઇ ચૌધરી ( Vinayak Creation ), ડો. પાર્થ ભાઇ ઇત્યાદિ મિત્રો એ...!!....તથા મારી સાથે આવ્યાં હતાં કવિયત્રી છાયાબહેન ત્રિવેદી.( Senior sub-editor of Divyabhaskar + writer )...

ત્યાં પરિચય વિધિ બાદ ગુજરાતીભાષા ને નેટ દ્વારા જીવંત રાખવાની તથા સંગીત વિષયક ચર્ચાઓ થઇ.થોડી ગુજરાતી બ્લોગજગત વિષે વાતો થઇ અને બ્લોગર્સ મિત્રો ને યાદ કર્યાં.
ત્યાર બાદ વધારે આશ્ચર્યજનક વાત તો એ હતી કે...અચાનક જ પૂજ્ય રાજેન્દ્ર અંકલ ( Dr. Rajendra Trivedi - Neuro Psychiatrist. U.S.A (તુલસીદલ ) પણ ત્યાં આવ્યાં...!!...જેમની મને કલ્પના પણ ના હતી...!.. ..જેમણે નેટ પર જ મને દિકરી માની હતી એમને પ્રત્યક્ષ નિહાળ્યાં...ખરેખર એક સુખદ આશ્ચર્ય હતું એ..!... એમની જોડે આવ્યાં હતાં એમનાં મિત્રો શ્રી હરિતભાઇ પંડ્યા,શ્રી નવિન ભાઇ ત્રિવેદી તથા શ્રીચન્દ્રાંશુ ભાઇ પંડ્યા ( IAF – Retired Flight Captain / MIG Engineer )...જેઓ એ રશિયન ગીત ગાઇ ને બધા ને સ્તબ્ધ કરી દીધા હતાં ...!
પુ. રાજેન્દ્ર અંકલે – પૂ. સુરેશભાઇ જાની જોડેનાં એમનાં જુના સંસ્મરણો તાજા કર્યાં,( પછી તો ગીતાઆંટી જોડે પણ મુલાકાત થઇ. )
અને સુધા બહેને ,પૂ. જુગલકાકાએ અને પૂ. હરીશઅંકલે માનનીય કવિવરો તથા કવિયત્રીઓનાં જીવન પ્રસંગો વિષે કહ્યું.

ત્યાર બાદ ચા-નાસ્તા ને ન્યાય અપાયો ...પછી શ્રી અશ્વિનભાઇ ચૌધરીએ એમનાં સ્વરચિત કાવ્યો ને સ્વર અને સંગીતમાં રૂપારિંત કરેલી Audio C.D.નું વિતરણ કર્યું. ત્યાર બાદ ધારીણીબહેને ...” આંધળી માં નો કાગળ “..એ ગીત ગાઇ ને કરૂણરસ વહાવ્યો... તો ચિ. ખુશ્બુ એ ..” મેં તો ઝેર નો કટોરો ..” એ ગીત ગાઇ ને બધા ને ભાવ વિભોર બનાવી દીધાં..!!..જે ખરેખર પ્રશંશનીય છે...! પરંતુ સમયના અભાવે શૈલ્યભાઇ અને કાંક્ષિતભાઇનાં સુમધર સ્વરમાં એમની રચનાઓ સાંભળવાથી વંચિત રહ્યાં..!


સંજોગોવસાત નિલમદીદી ( નિલમબહેન દોશી (પરમ સમિપે ) + writer + director ), દેવલબહેન ( Singer ) ,મંથનભાઇ ભાવસાર ( ગુજરાતી ગઝલ ), કુમારભાઇ શ્રીમાળી ( Singer ), શિવાંશભાઇ, અશોકભાઇ પટેલ ( સબ રસ ) , ડો. વિવેકભાઇ ટેલર (શબ્દો છે શ્વાસ મારા) , સ્વાતિબહેન વિગેરે અમુક મિત્રો આવી શક્યાં નહોતાં પણ ફોન પર જરૂર વાતો થઇ ...જેમાં પણ લાગણીઑનાં પડઘા સંભળાતાં હતાં..!

બધાં જ મિત્રોની આટલી બધી મૈત્રી ભરી લાગણી મહેસુસ કરીને ખરેખર મારું હૃદય ગદગદ થઇ ગયું..આંખો ભીની થઇ ગઇ...!!...ખરેખર આ અનોખુંબંધન નહીં તો બીજુ શું? સાચે જ એવુ જ લાગતું હતું જાણે કે ઇશ્વરે આ બધી જ મુલાકાતોને પહેલેથી જ ગોઠવી રાખી હતી...!... જાણે કોઇ ઋણાનુબંધ જ હોય એવી રીતે બધા હળ્યાં – મળ્યાં...!..આટલો સમય હતો,તો પણ ઓછો પડ્યો...!..કોઇ ને છુટ્ટા પડવાનું મન નહોતું થતું....!!....

એ ઉપરાંત મુંબઇમાં શ્રી કપીલભાઇ દવે ( ભૃગુ સંહિતા ) અને નીતાબહેન કોટેચા (મન ના વિચારો )ને મળવા નો મોકો મળ્યો...!..મુંબઇમાં આટલા દૂરથી મળવા આવવુ એટલે સારો એવો સમય જાય ... એ માટે ખૂબ ખૂબ આભાર...જ્યારે નીલાદીદી (નીલાબહેન કડકિયા ( મેઘ ધનુષ ), દિગિશાબહેન શેઠ ( દિવ્ય ભાવ ),વિકાસભાઇ ચાવડા ( Coming back to life ),ઉન્નતિબહેન,તથા સોનલબહેન ( s.v.પ્રભાતનાં પુષ્પો) જોડે ફોન પર વાતો થઇ શકી...આમ જોઇએ તો ભલે જેમને પણ પ્રત્યક્ષ મળી ના શકાયું પરંતુ ફોન પર એમનો લાગણી મિશ્રિત સ્વર સાંભળી ને રૂબરુ મલ્યા તુલ્ય આનંદ થયો... !


અને ખાસ તો એક્બીજાને ક્યારેય જોયાં પણ ના હોય અને ફક્ત કલ્પના ચિત્ર પરથી જ મિત્રો ને ઓળખવાનાં હોય ત્યારે સર્જાતી રોમાંચક પળોની અનુભૂતિ જ કૈક અનોખી હોય છે ...!..


આ દરેક સોનેરી પળો ને હું ક્યારેય ભુલી નહી શકું....!...અને ખરેખર મને આપ સર્વેનો આભાર માનવા માટે શબ્દો નથી મળતા...! ઇશ્વરને એ જ પ્રાર્થના છે કે આપણાં બધા વચ્ચે આ મૈત્રી ભરી લાગણીનાં ધબકાર અવિરત ધબક્તાં રહે...!!...

અત્યારે યાદ આવે છે આ પંક્તિઓ..!

આભાર તમારો કે આવી સુંદર મિત્રતા આપી, આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી..!

દુનિયામાં લોહીનાં સંબંધ પણ છળી જાય છે, તમે દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી..!

નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે, આપણાં સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી..!

અપુર્ણ હતાં અમે તમારી મિત્રતા વગર, તમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી..!


આ બધાં જ દિવસો મારા માટે એક્દમ યાદગાર બની રહેશે..!.. ખરેખર અતિથિ માટે આવી રીતે આયોજન કરી ને સન્માન આપવું એ આપણાં ભારતદેશની અને ગુજરાતની ગરિમા છે..તથા હિંદુસ્તાનીનાં વ્યક્તિત્વની ઓળખ છે....!!!..

અંતે, બધાં જ મિત્રો ની લાગણીભરી મૈત્રીને આ ઊર્મિસભર અંતરની શુભેચ્છાઓ....!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!