..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Wednesday, May 07, 2008

..*.. પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક ..*.. Poll (2)

..મિત્રો, ..

પ્રેમ અને '' પ્રેમ ની પરાકાષ્ઠા '' વિષે ખૂબ સુંદર અને શ્રેષ્ઠ પ્રતિભાવો આવ્યાં ..આપ સહુ નો આટલો સરસ પ્રતિસાદ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .. આવી જ રીતે આગળ પણ આપ સર્વે મિત્રોનો સહકાર મળશે એવી આશા ..! .

આજનો બીજો સવાલ છે '' પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક એટલે ..."

અને જવાબ રૂપે છે, શ્રેષ્ઠ ત્રણ પ્રતિકો ....રુકિમણીજી ...રાધાજી ...અને મીરાંબાઇ..!

આમ તો અલૌકિક દ્રષ્ટીથી જોઇએ તો શ્રીકૃષ્ણ ભગવાને તો ભક્તો, ગોપ-ગોપીઓ, રાણી-પટરાણી દરેક પર એક સરખી અમીદ્રષ્ટી રાખી સ્નેહ વરસાવ્યો છે ... જે ખુદ શ્રીનારદજી એ પણ નિહાળ્યું છે..એમણે એક જ સમયે, એક એક ગોપી, એક એક રાણી સાથે શ્રીપ્રભુને બિરાજેલાં નિહાળ્યાં છે... પણ આજે આપણે અલૌકિક નહીં પરંતુ લૌકિક દ્રષ્ટીએ વિચારીને આપણાં મત અને મંતવ્યો આપવાનાં છે...

આપણે સહુ જાણીએ છીએ કે રુકિમણીજીને શ્રીકૃષ્ણ ભગવાને એમની જીવનસંગીની બનવાનું સૌભાગ્ય આપ્યું અને આવી રીતે રુકિમણીજીને ભગવાનનો જીવનભરનો સાથ પ્રાપ્ત થયો... તો રાધાજીને પ્રભુએ અનંત યુગો સુધી પોતાના નામની પહેલાં રાધાજીનું નામ બોલાય એવી રીતે એમનાં નામને અગ્રસ્થાન આપ્યું....આ સૌભાગ્ય રાધાજી ને પ્રાપ્ત થયું, તો મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિને લીધે જ્યારે-જ્યારે જરૂર પડી ત્યારે પ્રભુ પ્રગટ થયાં અને અંતે પ્રભુએ એમને પોતાનામાં સમાવી લીધાં..( ત્યારે અચાનક જ મંદિરનાં દ્વાર બંધ થઇ ગયાં અને મંદિરમાંથી મીરાંબાઇ અદ્રશ્ય થઇ ગયાં હતાં અને પછી જ્યારે દ્વાર ઉઘડ્યાં ત્યારે એમની સાડી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પર વિંટળાયેલી હતી અને વાંસળીનાં સૂર સાથે મીરાંબાઇનાં જ સ્વરમાં ભજન સંભળાઇ રહ્યું હતું...)


આમ આ ત્રણ શ્રેષ્ઠ પ્રતિકો છે જેમનો પ્રેમ પરીપૂર્ણ થયો છે ...પણ આપ સહુનાં મતે પરીપૂર્ણ પ્રેમનું પ્રતિક કોણ હોઇ શકે? . ..આ વિષય પર પણ આપના અમુલ્ય પ્રતિભાવો લખશો એવી આશા...!


અત્યારે આ સાથે જ એક ગીત પણ યાદ આવે છે .. ખૂબ સરસ શબ્દો છે..!

એક રાધા, એક મીરાં, દોનો ને શ્યામકો ચાહા...

અંતર ક્યા દોનો કી ચાહ મે બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની...

રાધાને મધુબનમેં ઢુંઢા, મીરાંને મનમેં પાયા...

રાધા જીસે ખો બૈઠી વો ગોવિંદ, મીરાં હાથ બિઠાયા...


એક મુરલી, એક પાયલ, એક પગલી, એક ઘાયલ...

અંતર ક્યા દોનો કી પ્રીતમેં બોલો ? એક સુરત લુભાની એક મુરત લુભાની...

મીરાંકે પ્રભુ ગીરિધર નાગર, રાધાકે મન મોહન...


સા.. ગ.. મ.. પ.. ધ.. , પ..ધ.. મ.. પ.. રે .. મ.. ગ,


ગ..રે.. સા.. નિ.. સા.. રે, રે.. ગ.. મ.. પ..મ.., પ.. ધ.. પ.. ધ.. સ.. નિ.. સા.. ની.. સા.. રે


મીરાંકે પ્રભુ ગીરિધર નાગર, રાધાકે મનમોહન...

રાધા નીત શ્રિંગાર કરે ઔર મીરાં બન ગઇ જોગન...

એક રાની, એક દાસી દોનો હરિ-પ્રેમ કી પ્યાસી...

અંતર ક્યા દોનો કી તૃપ્તીમેં બોલો ? એક જીત ના માની એક હાર ના માની...

એક રાધા ..એક મીરાં.. દોનોને શ્યામ કો ચાહા...

અંતર ક્યા દોનો કી ચાહમેં બોલો ? એક પ્રેમ દિવાની, એક દરશ દિવાની...

Thursday, May 01, 2008

..*.. પ્રેમની પરાકાષ્ઠા ..*.. Poll (1)

...મિત્રો,

.....આજે '' પ્રેમ '' નામનો સરળ છતાં અઘરો અને ગહન વિષય લઇને આવી છું ..પ્રેમની કોઇ વ્યાખ્યા કે પરિભાષા નથી , પ્રેમનું કોઇ વર્ગીકરણ નથી કે પ્રેમનું કોઇ રૂપ નથી.. એને કોઇ એ જોયો નથી છતાં પણ એના ઝાંકળભીનાં સ્પંદનની અનુભૂતિથી કોઇ વંચિત તો નહીં જ રહ્યું હોય..!! ...તો ચાલો આજે એ વિષય પર, વ્યક્તિગત મત દ્વારા એકબીજાનાં મંતવ્યો આ ' પોલ ' દ્વારા જાણીએ. જેમાં એક સવાલ અને તેના જવાબ રૂપે અમુક વિકલ્પો હશે જેમાંથી તમારા મતે જે વિકલ્પ સાચો હોય એની બાજુમાં ક્લિક કરવાનું રહેશે ...ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરતાં અચકાય છે તો એમનાં માટે આ પોલની વિશેષતા એ છે કે અહીં કોઇનાં પણ વ્યક્તિગત નામ પ્રદર્શિત નહીં થાય પણ સરેરાસ મતની ગણતરી જ પરીણામ રૂપે જોઇ શકાશે. આ પોલ પર મત આપવા ઉપરાંત આપે એ મત શા કારણથી આપ્યો એ વિષે આપના પ્રતિભાવો પણ જણાવશો એવી આશા ..! કોમેંટ વિભાગ પર પણ આપ '' Anonymous - અનામી '' પ્રતિભાવો લખી શકો છો.. આ પોલની અવધિ એક સપ્તાહ સુધીની રહેશે, ત્યાં સુધીમાં આપનો મત આપી દેવા વિનંતી ..

આજ નો પ્રથમ સવાલ છે...પ્રેમની પરાકાષ્ઠા ( સર્વોચ્ચ સ્થિતિ ) કઇ હોઇ શકે?

કોઇ પ્રેમ ને પ્રાપ્ત કરે છે ...તો કોઇ પ્રેમમાં ત્યાગ કરે છે ... કોઇ પ્રેમને ખાતર પ્રેમનો ત્યાગ કરે છે...તો વળી કોઇ ગમે તે સંજોગોમાં પણ પ્રેમમાં નિર્ભેળ (શુદ્ધ) આનંદ પામે છે ...

કહે છે ને કે " તુંડેતુંડે ભિન્ન મતિ " એટલે કે દરેક વ્યક્તિ એકજ વાત ને પોતાની વિચાર-દ્ર્ષ્ટીથી કે અનુભવ વાણીથી, જુદી જુદી રીતે મુલવે છે...


અત્યારે યાદ આવે છે શ્રીમનુભાઇ ત્રિવેદી " ગાફીલ '' ની આ રચના..


જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે, કાયા જુદી, છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ? જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે....


તો મિત્રો ...આપ સહુ આપનો મત અવશ્ય આપશો એવી નમ્રવિનંતી.

આ પોલનાં વિચારની પ્રેરણા એક નવલિકાનાં વાંચન દરમ્યાન બે પાત્રો વચ્ચેનાં સંવાદ દ્વારા મળી એટલે મેં આ વિચાર અમુક મિત્રો - સહેલીઓ સમક્ષ રજુ કર્યો અને એ બધાએ વધાવી લઇ સહકાર આપ્યો એ માટે એમનો ખૂબ જ આભાર ...!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!