..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Wednesday, April 16, 2008

..*.. વીણેલા મોતી ..*..

પ્રેમ એટલે આચરણમાં મુકેલી શ્રદ્ધા અને સેવા એટલે આચરણમાં મુકેલો પ્રેમ.

- મધર ટેરેસા

Tuesday, April 15, 2008

..*.. ઉપહાર ..*..

આ રચના અનોખુંબંધન ને ભેટ મોકલવા બદલ સખી દિગીશા શેઠ-પારેખ ( દિવ્ય-ભાવ ) નો ખૂબ ખૂબ આભાર


અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને,

પછીથી પાંગર્યુ હળી મળી ને,

અટક્યું એક વાર 'પછી મળશું' કહીને,

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહી ને...

આંખોમાં રહ્યું એ 'પ્રતિક્ષા' બનીને,

દ્રષ્ટીમાં વસ્યું એ 'હરખ' કરીને,

પછી ધીમેથી ટપક્યું એ 'વિરહ' બનીને,

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

શ્વસનમાં મહેક્યું એ 'સુવાસ' બનીને,

યાદોમાં આવ્યું ક્યારેક 'હાંફ' ચઢીને,

પછી ધીમેથી છટક્યું એ 'નિશ્વાસ' બનીને,

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

કાગળ પર લખાયું એ 'પ્રેમ-પત્ર' બનીને,

રાહમાં જોવાયું 'પ્રત્યુત્તર' બનીને,

પછી ધીમેથી રચાયું કોઇ 'કવિતા' બનીને.

અનોખું બંધન જામ્યું 'કેમ છો?' કહીને..

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!