..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Thursday, May 01, 2008

..*.. પ્રેમની પરાકાષ્ઠા ..*.. Poll (1)

...મિત્રો,

.....આજે '' પ્રેમ '' નામનો સરળ છતાં અઘરો અને ગહન વિષય લઇને આવી છું ..પ્રેમની કોઇ વ્યાખ્યા કે પરિભાષા નથી , પ્રેમનું કોઇ વર્ગીકરણ નથી કે પ્રેમનું કોઇ રૂપ નથી.. એને કોઇ એ જોયો નથી છતાં પણ એના ઝાંકળભીનાં સ્પંદનની અનુભૂતિથી કોઇ વંચિત તો નહીં જ રહ્યું હોય..!! ...તો ચાલો આજે એ વિષય પર, વ્યક્તિગત મત દ્વારા એકબીજાનાં મંતવ્યો આ ' પોલ ' દ્વારા જાણીએ. જેમાં એક સવાલ અને તેના જવાબ રૂપે અમુક વિકલ્પો હશે જેમાંથી તમારા મતે જે વિકલ્પ સાચો હોય એની બાજુમાં ક્લિક કરવાનું રહેશે ...ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરતાં અચકાય છે તો એમનાં માટે આ પોલની વિશેષતા એ છે કે અહીં કોઇનાં પણ વ્યક્તિગત નામ પ્રદર્શિત નહીં થાય પણ સરેરાસ મતની ગણતરી જ પરીણામ રૂપે જોઇ શકાશે. આ પોલ પર મત આપવા ઉપરાંત આપે એ મત શા કારણથી આપ્યો એ વિષે આપના પ્રતિભાવો પણ જણાવશો એવી આશા ..! કોમેંટ વિભાગ પર પણ આપ '' Anonymous - અનામી '' પ્રતિભાવો લખી શકો છો.. આ પોલની અવધિ એક સપ્તાહ સુધીની રહેશે, ત્યાં સુધીમાં આપનો મત આપી દેવા વિનંતી ..

આજ નો પ્રથમ સવાલ છે...પ્રેમની પરાકાષ્ઠા ( સર્વોચ્ચ સ્થિતિ ) કઇ હોઇ શકે?

કોઇ પ્રેમ ને પ્રાપ્ત કરે છે ...તો કોઇ પ્રેમમાં ત્યાગ કરે છે ... કોઇ પ્રેમને ખાતર પ્રેમનો ત્યાગ કરે છે...તો વળી કોઇ ગમે તે સંજોગોમાં પણ પ્રેમમાં નિર્ભેળ (શુદ્ધ) આનંદ પામે છે ...

કહે છે ને કે " તુંડેતુંડે ભિન્ન મતિ " એટલે કે દરેક વ્યક્તિ એકજ વાત ને પોતાની વિચાર-દ્ર્ષ્ટીથી કે અનુભવ વાણીથી, જુદી જુદી રીતે મુલવે છે...


અત્યારે યાદ આવે છે શ્રીમનુભાઇ ત્રિવેદી " ગાફીલ '' ની આ રચના..


જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે, કાયા જુદી, છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ? જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે....


તો મિત્રો ...આપ સહુ આપનો મત અવશ્ય આપશો એવી નમ્રવિનંતી.

આ પોલનાં વિચારની પ્રેરણા એક નવલિકાનાં વાંચન દરમ્યાન બે પાત્રો વચ્ચેનાં સંવાદ દ્વારા મળી એટલે મેં આ વિચાર અમુક મિત્રો - સહેલીઓ સમક્ષ રજુ કર્યો અને એ બધાએ વધાવી લઇ સહકાર આપ્યો એ માટે એમનો ખૂબ જ આભાર ...!

29 comments:

. said...

પ્રેમ ની પરાકાષ્ટા નિર્ભેળ આનંદ સિવાય બીજી હોઇ જ ના શકે.....અશોક

Chirag Patel said...

પ્રેમની પરકાશ્ઠા એટલે જ્યારે 'હું અને તુ' એવો ભેદ જ ના રહે. બધું જ 'હું' અને બહું જ 'તું'.

સુરેશ said...

પ્રેમની પરાકાશ્ઠા અહમ્ નો ત્યાગ જ હોઈ શકે. આનંદ કે સામા પ્રેમની પ્રાપ્તી થાય કે ન થાય. નીર્વ્યાજ પ્રેમ એકતરફી હોય જ. સાચો પ્રેમ સ્વીક્રુતીની કે કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી.


જ્યારે એ બે તરફી થાય ત્યારે એ અનોખું બંધન બને. ત્યારે 'હું' અને 'તું' નો ભેદ ન રહે.

neetakotecha said...

પ્રેમ..પ્રેમ...પ્રેમ

પ્રેમ કોઇને પણ કોની પણ સાથે થઈ શકે છે..
પ્રેમ ની વ્યાખ્યા ફક્ત એટલી જ કે આપણે જેને પ્રેમ કરીયે છીયે..
એને જિંદગી માં ક્યારેય પણ ઉની આંચ ન આવે ..
એક નાના બાળક ની જેમ એને સંભાળીયે..
એને એટલો પ્રેમ આપીયે કે એને એમ થાય કે આ દુનીયાં માં આવવુ મારુ નક્કામુ ન ગયુ..
આજે લોકો પ્રેમ નાં નામે સ્વાર્થ કઢાવે છે એક બીજા પાસે...
અને હા એ પણ યાદ રાખવુ જરુરી છે કે જો કોઇ આપણને પ્રેમ કરતુ હોય તો આપણે પણ એટલો જ પ્રેમ એને આપવો જોઈયે જો આપણે એનાં પ્રેમ નો ફાયદો ઉઠાડશું અને જો એનું હરદય ટુટશે તો આપણા પર એક જીવ હત્યા નું પાપ લાગશે..કારણકે પ્રેમ કરવાવાળા અતિશય લાગણી વાળા હોય છે..જો તમને કોઇ પ્રેમ કરે છે આ દુનીયા માં તો પોતાને ખુશનશીબ સમજજો ..અને એને ખુબ સંભાળીને રાખજો..
ચેતના બેન આના પર તો કદાચ હુ ૨૫ પાના લખી આપુ..
પણ આટલુ બસ છે ...બરોબરને...

Jay said...

પ્રેમ એટલે શાશ્વત લાગણીઓનું અસીમ સોપાન
પ્રેમ એટલે કલાત્મક ઊર્મિઓનું આવરણ
પ્રેમ એટલે મૌન તરંગોને પ્રેમી તરફ પહોંચાડતું સાધન
પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ

પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા
પ્રેમ એટલે જીવનની ગઝલ ને ઘેલી લાગણીઓથી ઓપતો
પ્રેમ એટલે સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો
પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો શ્રુંગારમય રસ

પ્રેમ એટલે સ્નેહના અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી
પ્રેમ એટલે મનનાં ઊંડા મહાસાગરમાં ઉદ્ભવતાં પરિણય ના દિવ્ય મોતી
પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે
પ્રેમ એટલે બે દિલોની લાગણીઓનુ સુભગ મિલન

પ્રેમ એટલે કશા પણ આડંબર વગર વધુ ફુલતો પારસ્પરિક ભાવ
પ્રેમ એટલે સનાતન ભારતીય સંસ્કૃતિ ની અમુલ્ય ભેટ
પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું
પ્રેમ એટલે નટખટ અને તોફાની ભાવ જે ફૂલે માત્ર લૂંટાતી વખતે

પ્રેમ એટલે ‘કલાપી’ના કાવ્ય-પુષ્પોની માળા પહેરાવી પ્રણયનો એકરાર

kapil said...

prem etale tyag biju kashu nahi


prem ma tyag shivay kai na hoy


prem ma kai prapt karvani asha na hoy

prem ma aanand karta gam vadhu hoy che pan e gam ma pan aanad male che

kirit shah dubai said...

Prem atle tyag + Prapti + Nirdosh anand.

Prem ek tarfi pan hoe shake - prem man gamta manas ne pamvu -
yes prem etle maara man ne gamti vyakti saathe jivan gujarvu.

Prem ek anubhuti che ek prarthna che - prem eshwar no ehsas che
kirit shah

Anonymous said...

Amit Parmar, Indore (M.P.)
prem ...

adhi akshar no shabd chhe pan ghano shaktishadi chhe. je koi ne pan prem dhai jay chhe ano jeevan badlay jaay chhe.

Prem ne tyare janyo jyare mara lagan thaya. mari patni ne hu ek beeja thi khub-khub prem kariye chhe. mane prem ni paribhasha mari patni a janavi.

prem per be line:
pothi padhe jag mua pandit bhaya na koi, dhai akhar prem ka padhe so pandit hoi...
jai shree krishna.

Anonymous said...

મારા મતે sacrifice અને tolerance એ બન્ને પ્રેમમાં સ્વાભાવિક રીતે જ આવી જાયે છે . અને પરાકાષ્ઠા પર તો મને લાગે કે મનુષ્ય પોતે જ પ્રેમ-સ્વરૂપ બની જાય .. સૂર્યની જેમ ... સૂર્ય પોતે પ્રકાશ આપતો નથી . પણ એ પોતે જ પ્રકાશ છે . એ જ રીતે મનુષ્ય પણ પોતે જ આખે-આખો પ્રેમ-સ્વરૂપ બની જાય . જે પણ એની પાસે જાય એને પ્રેમ સિવાય બીજું કશું ન મળે ... એકદમ સ્વાભાવિક રીતે . કોઇપણ કૃત્રિમ કોશીશ વગર ..

Dhwani Joshi said...

ખરેખર આ ખુબ સહેલો છતાંયે અઘરો વિષય છે.. પ્રેમ.. પ્રેમ ના તો કેટલાય રુપ છે..!!

પ્રેમ એ પરમાત્મા જેવો છે.. જેને કદાચ જોયો કોઇએ નથી, પણ એની અનુભુતિ તો બધા એ કરી જ છે..!! અને આ અનુભુતિ ને વર્ણવા શબ્દો વામણા લાગે છે.. મારી દ્ર્ષ્ટીએ બન્ને પક્ષ ના નિર્ભેળ આનંદ ને પ્રેમ ની પરાકાષ્ઠા કહી શકાય..પણ પ્રશ્ન એ થાય છે કે પ્રેમ ની કોઇ પરાકાષ્ઠા હોઇ શકે.!!? એ તો હર પળ, હર ક્ષણ એક નવી જ અનુભુતિ છે..!! પ્રેમ ના દરિયા મા કદી ઓટ ના હોય..પ્રેમ નું ઝરણું તો અંતર માં અનંત વહ્યા જ કરે ને..''હું'' અને ''તું'' ના ભાવ થી પર.. અસીમ અને અપરંપાર..!!

Anonymous said...

ચેતનાબેન
અનોખા બંધનમાં બાંધવાની તમારી રીત ગમી
પ્રેમ એટલે .....સ્વીકાર.પછી ભલે એ બીજાનું અસ્તીત્વ હોય,લાગણી હોય,સંબધ હોય કે વિચાર હોય પ્રેમ બીજાનો સ્વીકાર છે.

Pinki said...

પ્રેમમાં ના કોઈના ત્યાગ કે બલિદાનની અપેક્ષા હોય
કે ના કશાની પ્રાપ્તિ કરવી હોય અને તો જ એ સાચો પ્રેમ કહી શકાય

માત્ર નિર્ભેળ આનંદ જ પ્રેમની ઉચ્ચતમ સ્થિતિ હોઈ શકે

Pinki said...

પ્રેમમાં ના કોઈના ત્યાગ કે બલિદાનની અપેક્ષા હોય
કે ના કશાની પ્રાપ્તિ કરવી હોય અને તો જ એ સાચો પ્રેમ કહી શકાય

માત્ર નિર્ભેળ આનંદ જ પ્રેમની ઉચ્ચતમ સ્થિતિ હોઈ શકે

Anonymous said...

Exact link is

http://vijayshah.wordpress.com/2006/10/14/premetaleshun/

Thanks

દીકરી વ્હાલ નો દરિયો said...

Shu lakhu Prem vishe?

MARA POTANA MANTAVYA MUJAB TYAG E J PRAKASTHA CHE ...
TYAGI NE PACHI MELVO E ANAND ALAG J CHE.KOI VASTU NE TYAGYA PACHI TENE MELVAVNI ANBHUTI KAI K ALAG J HOY CHE........


Chetnaben tame aa vakhte sau ne priya evo vishya lai ne avya cho ane saue ene ahi potpotani rite mulvyo che.

Ahi Sawal E che ke su kadi Prem ani Sarvocch Sthiti par pahonchelo kone joyo che?

Parakastha Ane e pan Prem ni jo jovi hoy to ena mate "Jiv thi Shive" ni yatra karvipade Prem ni Parakastha ne pamva Swaym Shiv ane Ardhgini a Parvti banvu pade che ane eva Pranay Yogam j Sarvochata na Shikharo ne pame che

Thodu vigate jiye to Jyre Jagat sanhark Bhagvan Shiv Jyree Pranay Unmad ni stihiti ma Parvti ni Jode mali ne "ARDH NARISHWAR" sweupe ek Yogam Banave che tyre sarjay che Parakastha ni gadi

2 Atma potana shriri rupi kholiya ne tyagi ne {ahi Kholiyu etle 'Aham-Hu panu' thay che}1 deh ma Vilin thai jay che ane 1 Atma bani jay che........
e j bas ej gadi che Prem ni Parakastha ni .............

apna ma thi ketla aa "JIV THI SHIV NI YATRA" kare che e apne pote mulvavanu che..

Tunk ma "JIV THI SHIV NI AA YATRA" thaki sarvochhta ne pamva apne Aham no tyag kari Prapti naa shikhro sar kari ne NirBhel Anand melvavano che .....

Anonymous said...

પ્રેમની પરાકાષ્ઠા અનીર્વચનીય છે!તે કેવળ અનુભૂતીજન્ય છે.છતાં સામાન્યથી સંતોએ એ અનુભૂતીનું વર્ણન કરવા પ્રયાસ કર્યો છે.સામાન્ય પ્રેમમાંથી જેમ જેમ સ્વાર્થ ઓછો થતો જાય તેમ તેમ તે પ્રેમનાં ઉચ્ચ સોપાને પહોંચે છે.તે સંપુર્ણ શરણાગત હોય છે.પછી પરાકાષ્ઠા એટલે મીલન-તેમાં એકાકાર થઈ જવું.જેમકે પરાનું પરમમાં એક થવું.તેનું અસ્તીત ઓગળી પ્રેમ થઈ જવું.તે અંગે કહેવું એ અપરા થાય છે તે રીતે સંતોએ તે અનુભૂતીની સ્થિતીને આશ્ચર્યમય પરમાનંદ કહીને મૌન થઈ ગયા...પ્રજ્ઞાજુ વ્યાસ

Life said...

Love is feeling
Love is touch
Love is wait
Loves is laugh
Love is cry
Love is lust
Love is to be together for ever
Love is dream
Love has no boundries
Love is deep endless sea
Love is life.

JSK
Vikas

Ketan Shah said...

મને અલંકારિક ભાષા લખતા તો નથી આવડતુ. પણ મારો જવાબ એક કવિની રચના આપી દે છે જે નીચે પ્રસ્તુત છે.

બંધ આંખે નિહાળવુ કોઇને એ પ્રેમ છે
વિરહમાં કોઇના ઓગળવું એ પ્રેમ છે
મનોજગતમાં કોઇ વ્યાપ્ત તે તો પ્રેમ છે
માત્રને માત્ર કોઇને માટે જીવવું એ પ્રેમ છે

કોઈને પોતાના જીવનનો હિસ્સો બનાવવો અને પોતે કોઈના જીવનનો ભાગ બનવુ તેનું નામ પ્રેમ છે.

પ્રેમ ની સર્વોચ્ચ સ્થિતિ એટલે કૃષ્ણ-રાધા જેવો શુધ્ધ પ્રેમ.

ના ઉમ્ર કી સીમા હો
ના જન્મ કા હો બંધન
જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન

Luv meanz to see someone with closed eyez,
to miss some1 in crowd,
2 find some1 in every thought,
to live 4 some1, luv some1,
but sure tht sum1 is ONLY one!

પ્રેમ નો અર્થ છે સંપૂર્ણપણે સ્વીકાર કરવો.
તેની પાસે થી કોઈ અપેક્ષા ન રાખવી.
માત્ર આપવુ જ એ પ્રેમ છે, તેના બદલામાં કંઈક મેળવવાની તમન્ના એ પ્રેમ નથી.

પુષ્ટિ માર્ગ said...

અઢી અક્ષરનો શબ્દ "પ્રેમ" વાસ્તવમાં શું છે?એ કદાચ જ કોઈ સમજી શક્યું છે.પ્રેમ એ એક આહલાદક ભાવના..,માનવ જીવન દરમ્યાન અનુભવાતો એક મધુર આવેગ..,સમાજને આપણા જીવન ને ધબકતુ રાખનાર એક રસાયણ..,એક જાતનુ અમૃત..ને ઘણું કે જે શબ્દોમાં ઢાળવું મુશ્કેલ છે.એમ તો પ્રેમ કહેવા માટે બોલવા માટે કેટલો સરળ શબ્દ..પણ એને સમજાવવો કે વ્યાખ્યા આપવી એ આ જગત માંનુ સૌથી અઘરુ કાર્ય.

પ્રેમ આપવા માટે છે?
માંગવા માટે છે?
પોતાના લોકો વચ્ચે વહેચવા માટે છે?
કે માત્ર અનુભવવા માટે છે?
આ જાણવુ પણ અઘરું છે..પ્રેમ એટલે માત્ર શારીરીક આકર્ષણ નહી પણ " પરસ્પરની હૂંફ ભરેલી લાગણી".જે સાહજીક હોય છે.કાળજી,જવાબદારી,આદર,માન, પરસ્પર કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના ઉત્કર્ષની ઝંખના એ જ પ્રેમનો સંકેત છે.

પ્રેમને દુનીયા ભરના સાહિત્યકારો,કવિઓ,લેખકો,સંગીતકારો અને ચિત્રકારો એ પોતાનિ રચનાઓ દ્વારા સર્વોચ્ચ સ્થાને મુક્યો છે. છતા પ્રેમ તો પ્રેમ જ છે..જેને જેટલો સમજાય એટલો એનો દાયરો રહે છે.
પ્રેમ જ્યાં જેની વચ્ચે ઉદભવે એ માત્ર હાથ માં હાથ પરોવી ચાલતા પ્રેમીઓ જ હોય એ જરુરી નથી..જ્યાં બે માનવી વચ્ચે અડગ શ્રધ્ધા હોય,લાગણીની સમજ હોય,મન ના વિચારો ને વાંચવાની શક્તિ હોય,આંખનો પલકાર પણ અનુભવવાની ચાહત હોય,કંઇક ચમત્કારીક ભાવનાઓ નો ઉદભવ હોય ત્યાં એ સમજૂતી ને પ્રેમ કહી શકાય..જે સમાજનાં ઘણા બધા સબંધો વચ્ચે રહેલો છે.

પ્રેમ એ એક સ્નેહ રૂપી આકાશ છે,જેમા ઘણા રંગ ઉદભવે છે,એકબીજા માં ભળે છે અને નવા રંગો સર્જાય છે.પ્રેમ એ સમભાવ માથી ઉદભવે છે અને એમા હ્રદયનો વિનીમય જરૂરી રહે છે.
પ્રભુ એ જ્યારે હ્રદય આપ્યું છે તો એમા પ્રેમ નો રસ પણ એ ભરી જ આપે છ આપણે માત્ર અને માત્ર એ રસ ને બહાર કાઢી બને એટલી જગ્યા એ ભેળવવો જરુરી છે.

ચેતનાદિદિ નો ખૂબ ખૂબ આભર માર વિચાર પ્રગટ કરવા આટલી જ્ગ્યા આપી.

આભાર સહ:
દિગીશા શેઠ પારેખ.
www.divya-bhaav.blogspot.com

dr.mahesh Rawal said...

પ્રેમ એટલે ત્યાગીને મેળવવાની વાત.
પ્રેમ એટલે પ્રાર્થના.
પ્રેમ એટલે ઈશ્વરનું સાનિધ્ય.
પ્રેમ એટલે પ્રેમ
અને
પ્રેમ એટલે "હું" અને "તું" મટી "આપણે"ની ભાવનાની ઊર્મીનો સાગર.

Pankaj said...

ishwar nu biju naam atele prem

Pankaj shah

જતીન પારેખ said...

પ્રેમ એ સ્વાર્થ વિનાની દોસ્તી છે, પ્રેમ એ સમર્પણ અને ત્યાગ નો ભંડાર છે, પ્રેમ એ ઘાયલ ને લગાડી શકાય એવો મલમ છે, પ્રેમ એક છાંયડો છે, પ્રેમ એ જીવનમા મળેલુ અમુલ્ય ધન છે, પ્રેમ એ જીવન છે.

Vinati said...

Thanks for visiting my blog. I got to find yours and enjoyed reading your posts.

Anonymous said...

પ્રેમ એટલે સામા પાત્રને જે જોઈએ તે આપો. બસ આટલુ કરી જુઓ.

pheena said...

પ્રેમ એટ્લે આંનદ...
બસ શુધ્ધ આંનદ
બસ આનાથી વિષેશ કાંઇ જ નહી....

Nilam Doshi said...

ચેતુ.

પ્રેમ..એટલે ..કદાચ લખી શકાય...પણ સાચા અર્થમાં જયરે એનો અનુભવ થાય ત્યારે એ શબ્દોથી પર જ હોય. પ્રેમ એટલે ત્યાગ...એ વાત પણ સંપૂર્ણ રીતે કયાં સાચી છે? ત્યાગ કર્યો ...એવી કોઇ ભાવના થી એ પર હોય છે. અણુ એ અણુમાં નિર્ભેળ આનંદ....જાગે....કયાય કોઇ શંકાૢઆશંકા..કશુ જ નહી..પ્રેમ હમેશા આનંદ જ અર્પે. એ મસ્તી મીરાૢકે રાધાની અનુભૂતિ...આપણે સૌ તો એ વાત જ કરી શકીએ.ઈ અહેસાસ તો બહુ દૂરની વાત છે. આપણા માટે.. એ અહેસાસ થાય ત્યારે આવા કોઇ પ્રશ્નો સંભવી શકે નહીં. જોકે આ તો અલૌકિક પ્રેમની વાત થઇ. જોકે પ્રેમમાં વળી લૌકિક કે અલૌકિક શું? છતાં હકીકતમાં એ કક્ષાએ પહોંચવાની આપણી ક્ષમતા કેટલી? કેટકેટલાકોઠાઓ....મનના..સમાજના..વહેવારના...સંબન્ધોના...

એ વિરલ અનુભૂતિની એક ઝાંખી માત્ર ....

છતાં આપણે સૌ પ્રેમની અપરંપાર વાતો કરીએ છીએ..કેમકે આખરે આપણે સૌ માનવી છીએ..અને માનવીમાત્રને કોઇની લાગણીની..કોઇની હૂંફની સતત જરૂર અને અપેક્ષા રહેતી હોય છે. થોડા ઓછા સ્વાર્થી બની શકીએ..થોડો બીજાનો વિચાર કરી શકીએ....લેવા કરતા આપવાની ભાવના કેળવી શકીએ...કોઇ મારે માટે શું કર્યું ૵ કે શું કરે ૢ તેને બદલે હુ કોઇ માટે શું કરી શકુૢ એવો સતત વિચાર..ભાવના મનમા જાગે. એ પ્રેમનો જ એક અંશ.....
અને કોઇને આપવાથી જે આનન્દ મળે એ અનુભવવા લાયક..સાચો આનન્દ...જે આપણે સૌ આસાનીથી મેળવી શકીએ...અને ઘણીવાર મેળવતા હોઇએ છીએ..અનુભવતા હોઇએ છીએ.....બસ..એટલુ જ....

આપીને જે મેળવીએ છીએ તે અણમોલ હોય છે..અને જ પ્રેમની શરૂઆત... એ જેટલી વિકસી શકે તેટલા એ રસ્તે આગળ વધી શકાય....
અહી આપવાનો અર્થ પણ વિશાળ સન્દર્ભમાં જ લઇ શકાય ન?


ધારીએ તેટલુ લખી શકાય....બાકી તો ૘ માહી પડયા એ મહાસુખ માણે....શબ્દોની કેટલી વિસાત?

...* Chetu *... said...

મિત્રો,

પ્રેમ અને '' પ્રેમ ની પરાકાષ્ઠા '' વિષે ખૂબ સુંદર અને શ્રેષ્ઠ પ્રતિભાવો આવ્યાં ..આપ સહુ નો આટલો સરસ પ્રતિસાદ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર .. આવી જ રીતે આગળ પણ આપ સર્વેનો સહકાર મળશે એવી આશા ..! ..

Anonymous said...

PREM ETLE BAS PREM J. PREM NI KOI VYAKHYA API SAKATI NATHI. PREM ETLE MATRA PREM J. PREM MA BIJU KAI AAVI J NA SAKE.

Anonymous said...

prem ek dil ni chahat che jene koi pan bhusi nathi shakatu. agar tame jene prem karata ho te bhale tamari sathe na hoy pan teyanubhuti rahej che
prem ek ahasas che
prem ek puja che
prem bhakti che
prem tyag che
prem ek nirbhey anand che
prem ma niswarth bhavana hovi
prem ek samarpan che
prem ma niswarth bhavana jaruri che. prem koinathi jovato nathi pan anubhavay che je andar ni atma mathi ave che. tema ekbija pratye nirbhey anand hovo joiye.prem etle prem j che. prem dhan che. niswarth dosti che prarthna che iswar ni chaya che bhavanarupi sagar che

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!