..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Friday, March 07, 2008

..*.. ઉપહાર ..*..

અનોખુંબંધન પર મિત્ર શ્રી કપિલભાઇ દવે ( ભૃગુસંહિતા ) તરફથી મળેલ આ ઉપહાર બદલ ખૂબ ખૂબ આભાર..

..દિલના દરવાજેથી નિકળેલું આ અનોખું બંધન,

હૃદયની ધડકન બની ધબકતું આ અનોખું બંધન,

કાળજાની કોર બની કંડારાયેલું આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


પ્રેમનાં તાતણે વણાયેલું આ અનોખું બંધન,

સ્નેહનાં તાતણે ગુંથાયેલું આ અનોખું બંધન,

લાગણીથી થયું તરબોળ આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


સુતરનાં તાર જેવું અતુટ આ અનોખું બંધન,

નદીનાં નીરની જેમ વહેતું આ અનોખું બંધન,

દિવાની જ્યોતની જેવુ પ્રકાશીત આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


વાદળોની જેમ ગુંજતું આ અનોખું બંધન,

વીજળીની જેમ ચમકતું આ અનોખું બંધન,

વરસાદની જેમ વરસતું આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.


ચાંદની જેવુ શીત છે આ અનોખું બંધન,

ફુલો જેવુ કોમળ છે આ અનોખું બંધન,

'કપિલ' જીંદગીભર જાળવજો આ અનોખું બંધન.

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.

-કપિલ દવે

5 comments:

Unknown said...

VERY GOOD KAPILBHAI...n aabhaar chetu didi, aapna lidhe j amne aa lagni na anokha bandhan vishe badha na dil na bhaav jani shakyaa chhie..

Anonymous said...

Because of the compute. It is very convenient and easy to have this
"ANOKHU BANDHAN"
PRAVINA AVINASH

Anonymous said...

વાદળોની જેમ ગુંજતું આ અનોખું બંધન,

વીજળીની જેમ ચમકતું આ અનોખું બંધન,

વરસાદની જેમ વરસતું આ અનોખું બંધન,

તારું ને મારું ગજબનું છે આ અનોખું બંધન.
thank for posting this nice poem.

નીતા કોટેચા said...

khub j sunder ..ek ek shabd jane lagani thi pirsayela che ...

bahu saras che chetna ben aa anokhu bandhan ni vato...

Jay said...

Very nice..

I am not able to resist posting my comments from Bansinaad blog.

આ વિષય જેટલો ગહન છે એટલો જ માનવીય ચેતનાને પ્રેરણા આપતો સુંદર સ્ત્રોત છે. કોઈપણ પ્રકારના પ્રેમ વગર જીવન શુષ્ક બની જાય છે. લાગણીની મીઠાશ જુદા જુદા સંબંધોમાં ચોક્કસ માણી શકાય છે. એટલે જ પ્રેમ ‘સંકુચીત’ નથી, એ એક એવી શક્તિ છે જેનાથી દુનિયાભરમાં શાંતિ, વિશ્વાસ, અને આનંદ પરસ્પર વંહેચી શકાય છે ..એ શક્તિ અખૂટ છે..દિવસે ને દિવસે એ વધુને વધુ પ્રજ્વલિત થાય છે, અને લોકોમાં સાથ અને સહકારનીઇ ભાવનાને પ્રોત્સાહન આપે છે

bansinaad.wordpress.com/2008/02/02/prem-prashno/

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!